એક કદમ આગળ
સપ્તાહ 2

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
Sign in to Google to save your progress. Learn more
આપનું નામ *
આપનો મોબાઈલ નંબર *
પ્રશ્ન 1: સાચો નિર્ણય
જુનાગઢની સરકારી શાળાના ધોરણ-૬ થી ૮ ના બાળકો ગીર અભયારણ્યની મુલાકાતે શાળા પ્રવાસ અંતર્ગત જઈ રહ્યાં છે. તમામ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્સાહિત છે. બસ બરોબર સવારે ૬ વાગે ઉપડવાની હોવાથી બાળકો થોડા વહેલાં શાળાએ પહોંચ્યાં. વિદ્યાર્થીઓ શાળાના દરવાજે બસની રાહ જોઈ રહ્યાં છે. કેટલાકના વાલીઓ પણ તેમની સાથે છે. શિક્ષકો પણ આવી ગયા છે. બસ આવી કે તરત પ્રતિક, કાવ્યા, સલીમ પોતાનીપસંદગીની સીટ ઝડપી લેવા માટે દોડ્યાં. પ્રતિક અને સલીમ ડ્રાઈવરની બાજુમાં બેઠા. એકાદ કલાક બાદ બસ જયારે હાઈવે પર દોડતી હતી ત્યારે સલીમે જોયું કે બસના ડ્રાઈવર સોહનભાઈ ઝોકાં ખાતા હતા. સલીમે સોહનભાઈને પૂછ્યું,“તમે થાકી ગયા છો?’’ ડ્રાઈવર સોહનભાઈએ જવાબ આપ્યો,“ના...ના...એવું કંઈ નથી.’’ તેમણે સહેજ હસીને ગીયર બદલ્યો. સલીમ ફરી પ્રતિક, કાવ્યા અને જીગર સાથે વાતોમાં ગૂંથાઈ ગયો. કેટલાંક બાળકો અંતાક્ષરી રમતાં હતાં. કેટલાંક બાળકો બારીમાંથી કુદરતી દ્રશ્યો નિહાળી રહ્યાં હતાં. અચાનક કાવ્યાએ જોયું કે સામેથી એક મહાકાય ટ્રક આવી ચડ્યો છે. તેણીએ મોટેથી ચીસ પાડી,“સોહનકાકા ધ્યાન રાખો, સામેથી એક ટ્રક તેજ ગતિમાં આવી રહ્યો છે.’’ બાકીના બાળકો પણ ચમકી ગયાં. સોહન ડ્રાઈવર જે અડધી ઊંઘમાં હતા તે ઝબકીને જાગી ગયા. તેમણે પોતાની જાતને સંભાળી લીધી અને બસને સલામત રીતે તારવી લીધી. સલીમે શિક્ષકને વિનંતી કરી કે કોઈ સલામત સ્થળે ડ્રાઈવરને બસ ઉભી રાખવાનું કહે. તેણે શિક્ષકને જણાવ્યું કે ડ્રાઈવરને ઠીક લાગતું નથી કાં તો તે બીમાર છે અથવા તો ખુબ જ થાકી ગયેલ છે.
આવી પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. (આપ એકથી વધુ વિકલ્પો પણ પસંદ કરી શકો છો.)
માર્ગ સુરક્ષાના મુખ્ય પાંચ પગલાં જે ધ્યાનમાં હોય તે લખો.
પ્રશ્ન 2: રમવા માટેનાં તંબુ
એક કંપની બાળકો માટે રમવા માટેનાં તંબુ બનાવે છે. તેઓ તેમને લંબઘન અને ચોરસ આધાર ધરાવતા પિરામિડના આકારમાં બનાવે છે. તંબુઓના ઉપર અને બાજુના ફલકો તાડપત્રીથી બનાવવામાં આવે છે. પાયા(base)ની જગ્યાએ તાડપત્રીનો ઉપયોગ થતો નથી.
લંબઘન તંબુના ચોરસ આધારના બાજુઓની લંબાઈ x મીટર છે અને તેની ઊંચાઈ h મીટર છે. દરેક લંબઘન તંબુ બનાવવાં માટે કંપની 8 m^2 (મીટર સ્કવેર) તાડપત્રી વાપરે છે. લંબઘન તંબૂનું કદ (V) કેટલું હશે?
Captionless Image
Clear selection
તેજ પ્રમાણે, પિરામિડ તંબુના ચોરસ આધારના બાજુઓની લંબાઈ x મીટર છે અને તેની ઊંચાઈ h મીટર છે. પિરામિડની ટોચ અને દરેક આધારના ધારની મધ્ય બિંદુ વચ્ચેનું અંતર y મીટર છે.
નીચે ત્રિકોણ પિરામિડના એક ફલકને બતાવે છે.
હવે પિરામિડના ચાર ત્રિકોણાકાર ફલકોનો કુલ વિસ્તાર, s, સાદા રૂપમાં કેવી રીતે રજૂ કરી શકાય?
Clear selection
પ્રશ્ન 3: બાષ્પીભવન
હિનાને આવતી કાલે શાળાએ જવાનું છે. પરંતુ તેને યાદ આવ્યું કે આજે શાળાએથી આવતી વખતે વરસાદના કારણે તેનો શાળાનો ગણવેશ ભીનો થઈ ગયો હતો. તેણે તેનો ગણવેશ ધાબા પર વાયર ઉપર લટકાવી દીધો. પરંતુ તેણે તેનો ગણવેશ બરાબર ફેલાવ્યા વગર જ લટકાવી દીધો હતો. તેની માતાએ તેને કહ્યું કે તેનો ગણવેશ ફેલાવીને લટકાવે, નહીં તો તેને સુકાવા માટે વધુ સમય લાગશે. હિનાને આશ્ચર્ય થયું કે એવું કેમ. તેણે તેના વિજ્ઞાનના શિક્ષકને તેનું કારણ પૂછ્યું. તેના વિજ્ઞાન શિક્ષકે સમજાવ્યું કે આમ બાષ્પીભવનને કારણે થાય છે. ઉપરની માહિતીનો ઉપયોગ કરીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો:
કપડાંને ફેલાવીને સુકવવાથી કેમ તે ઓછા સમયમાં સુકાય છે?
 કઈ પરિસ્થિતિમાં કપડાં વહેલા સુકાશે?
Clear selection
પ્રશ્ન 4: સાચો વિકલ્પ પસંદ કરો
અહીં બતાવેલા પોસ્ટરમાં 'બરાબર' ચિહ્ન (=) એ સૂચવે છે કે બધા મનુષ્યો
Captionless Image
Clear selection
રવિ 11 વર્ષનો છે અને ધોરણ 6 માં અભ્યાસ કરે છે. તે ભારત સરકાર દ્વારા અપાતી શિષ્યવૃત્તિ માટે અરજી કરી રહ્યો છે અને ઓળખનો પુરાવો રજૂ કરવાનો છે. તે આમાંથી કયો પુરાવો રજૂ કરી શકે?
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy