Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu શૈક્ષણીક વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ભાષા 11
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
મનુષ્ય દ્વારા જાણીતાં ફળોમાં તરબૂચ એ એક જૂનામાં જૂનું ફળ છે . વિશ્વના 96 દેશોમાં મીઠું તથા રસમય તરબૂચ ઉગાડવામાં આવે છે . એવું માનવામાં આવે છે કે 5,000 વર્ષ પહેલાં આફ્રિકામાં તરબૂચનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થતું હતું . એવું કહેવાય છે કે ભારતમાં પણ તે સમયની આસપાસ આફ્રિકાની જેમ જ તરબૂચની ખેતી થતી હતી . આ ફળ રસમય અને સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાથ્ય માટે પણ ઉત્તમ છે અને વિટામિન C ( સી ) નું ઉત્તમ સ્ત્રોત છે . તરબૂચનાં બીજ લોહીનું દબાણ નીચું લાવવામાં મદદરૂપ થાય છે . ચીનના લોકો એક ચમચી તરબૂચના બીજને એક લિટર પાણીમાં ઉકાળીને તેની ચા બનાવે છે
5000 વર્ષ પહેલા તરબુચ નુ ઉત્પાદન વધારે પ્રમાણમા ક્યા થતુ હતુ? *
1 point
આ ફકરામા એ શબ્દ શોધી કાઢો જેનો અર્થ "ઉગાડવુ" એવો થાય *
1 point
તરબુચના બિજ મદદ રુપ થાય છે? *
1 point
ક્યા કારણને લિધે તરબુચને સ્વાસ્થ્ય વર્ધક માનવામા આવે છે? *
1 point
ચીનના લોકો ચા બનાવવા માટે તરબુચના ...... નો ઉપયોગ કરે છે? *
1 point
ફકરો 2
પાણી જીવન માટે આવશ્યક છે . હવામાં પાણીની વરાળ બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવનથી ઉમેરાતી રહે છે . પાણીની વરાળનું વાતાવરણમાં ઘનીભવન થઈને નાનાં - નાનાં બુંદો બનાવે છે , જે વાદળ જેવાં દેખાય છે . ઘણાંબધાં પાણીનાં બુંદો પરસ્પર જોડાઈને વરસાદ , બરફ અથવા કરા સ્વરૂપે પડે છે . વરસાદ , કરા તથા બરફ નદીઓ , સરોવરો , તળાવો , કૂવાઓ તથા જમીનમાં પાણીની પૂર્તતા કરે છે . મહાસાગરો તથા જમીનના જલીય ભાગો વચ્ચે પાણીના ચક્રને જલચક્ર કહે છે . અત્યંત વધારે વરસાદથી પૂર આવે છે . જ્યારે લાંબા સમય સુધી વરસાદ ન પડવાથી દુષ્કાળ પડી શકે છે . પૃથ્વી પર વાપરી શકાય તેવા પાણીની માત્રા સીમિત છે . તેથી પાણીના વિવેકપૂર્વક ઉપયોગની આવશ્યકતા છે .
પાણી ગરમ થઈ  શુ બને છે? *
1 point
પાણીની વરાળનુ વાતાવરણમા શુ  થઈ વાદળ બંધાઈ છે? *
1 point
પાણીનો મુખ્ય સ્ત્રોત ક્યો છે? *
1 point
વધારે વરસાદ આવે તો તેને શુ આવે છે? *
1 point
પાણીનુ વરાળ બનવાની ક્રિયાને શુ કહેવાય છે. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy