JNV : ભાષા કસોટી- 26
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
ભગતસિંહ
ભારત તો પહેલેથી જ વીરો ની ભૂમિ રહી છે. એવા વીરો ની ભૂમિ ભારત માં એક મહાન ક્રાંતિકારી વીર ભગતસિંહ થઈ ગયા.

વીર ભગતસિંહનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૦૭નાં રોજ પંજાબનાં લયલપુર જીલ્લાનાં “બન્ગા” (હાલ પાકિસ્તાન) ગામમાં થયો હતો. વીર ભગતસિંહનાં પિતાનું નામ સરદાર કિશનસિંહ અને માતાનું નામ વિધ્યાંવતિ હતું.

લાહોર નેશનલ કૉલેજ (હાલ પાકિસ્તાન)માં ભગતસિંહ નો સુખદેવ, ભગવતી ચારણ અને યશપાલ નો પરિચય થયો.

13 એપ્રિલ 1919 નાં દિવસે અમૃતસરમાં સુવર્ણ મંદીર નજીક જલિયાવાલા બાગમાં અંગ્રેજ અધિકારી બ્રીગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેનાનાં નેતૃત્વ હેઠળ અંગ્રેજ પોલીસે ગોળીબાર કર્યો. જેમા હજારો ભારતીયો મૃત્યુ પામ્યા. એ જોઈને ભગતસિંહ નું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે મૃતકોંનુ લોહી અડીને કસમ લીધી કે તેં અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢશે.

અહી ક્યાં ક્રાંતિકારી વિશે ની વાત છે. *
1 point
ભગતસિંહના પિતાનું નામ શું હતું. *
1 point
સુવર્ણ મંદિર કયાં આવેલું છે. *
1 point
"હ્દય દ્રવી ઉઠવું" રૂઢિપ્રયોગનો અર્થ શું થાય. *
1 point
મૃતકોના લોહીને અડીને ભગતસિંહે શુ પ્રતિજ્ઞા કરી. *
1 point
ફકરો 2
રાજાદ્રુપદના દરબારમાંથી ગુરુદ્રોણ ફરતા-ફરતા હસ્તિનાપુરમાં આવી ચડ્યા. હસ્તિનાપુરના એક કૂવા પાસે રાજકુમારો રમતા હતા. ગુરુદ્રોણે અસ્ત્રવિદ્યાના પ્રભાવથી કૂવામાં પડેલો દડો બહાર કાઢી આપ્યો. ભીષ્મ પિતામહ તથા મહારાજ ધૃતરાષ્ટ્રને આ વાતની જાણ થઈ. તે બંનેએ વિચાર કરીને ગુરુદ્રોણને રાજકુમારોના ગુરુ તરીકે સ્થાપ્યા આ જમાનામાં ગુરુની સેવા એ વિદ્યાર્થી જીવનનું અંગ મનાતું. વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહે તે દરમિયાન આખાયે ગુરુકુળનાં તમામ કામો પોતે જ ઉપાડી લેતા. આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી આશ્રમની ગાયોને ચરાવવા માટે જંગલમાં લઈ જતો. આશ્રમનાં વૃક્ષોને પાણી પાતો, ગુરુના હવન માટે સમિધ માગી લાવતો. પછી જ રીતસરની વિદ્યા
ભણવી શરૂ કરતો.

ગુરુદ્રોણે રાજકુમારને શી મદદ કરી ? *
1 point
આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી શું કામ કરતો હતો? *
1 point
આ ફકરામાં રાજા માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે. ? *
1 point
કઈ વિદ્યા માટે ગુરુ દ્રોણને રાજકુમારોના ગુરુ બનાવવામાં આવ્યા હતા ? *
1 point
. "પિતામહ" શબ્દનો અર્થ શું થાય ? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy