બિન-સચિવાલય ક્લર્ક પરીક્ષામાં ગેરરીતિ બાબત
                                                                                        * આવેદન પત્ર *
પ્રતિ ,
માન. મુખ્યમંત્રી સાહેબશ્રી
ગુજરાત રાજ્ય , ગાંધીનગર

પ્રતિ ,
નાયબ મુખ્યમંત્રી સાહેબશ્રી
ગુજરાત રાજ્ય , ગાંધીનગર

પ્રતિ ,
શિક્ષણમંત્રી સાહેબશ્રી
ગુજરાત રાજ્ય , ગાંધીનગર

પ્રતિ ,
ગૃહમંત્રી સાહેબશ્રી
ગુજરાત રાજ્ય , ગાંધીનગર

પ્રતિ ,
ચેરમેન સાહેબશ્રી
ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ
ગાંધીનગર.

                            વિષય : તા. ૧૭/૧૧/૨૦૧૯ રવિવારના રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના માધ્યમથી લેવાયેલ બિન-સચિવાલય કારકૂન વર્ગ-૩ અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની ભરતી દરમ્યાન પ્રાથમિક લેખિત પરીક્ષા સંચાલનકર્તાઓના મેળાપીપણામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી ચોક્કસ ઉમેદવારોને પાસ કરવાના હેતુસર લાખો યુવાનો/ઉમેદવારો ના ભવિષ્ય સાથે ચેડાં કરી અન્યાય કરેલ બાબત.  
                             
                           સંદર્ભ : કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા સમય બપોરના ૧૨ : ૦૦ થી  ૦૨:૦૦ કલાકનો હોવા છતાં પોતાના મળતિયા ઉમેદવારોને બપોરના ૦૩: ૦૦ વાગ્યા સુધી ગેરરીતિ આચરી અને પરીક્ષા અપાવડાવવામાં આવેલ જે અંગે ના વિડીયો ફૂટેજ મુખ્ય પુરાવા સ્વરૂપ હોઈ તેમજ કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં પ્રશ્નપત્રો સિલબંધ કવરમાં હોવાની જગ્યાએ સિલ ખુલેલી હાલતમાં મળી આવેલ જે અંગે જવાબદાર અધિકારી , પરીક્ષા સંચાલકો , સુપરવાઇઝરો અને ગેરરીતિ આચારનાર ઉમેદવારો વિરુદ્ધ ફોજદારી રીતે પગલાં ભરી ન્યાયિક તપાસ કરાવી લાખો ઉમેદવારોના ભવિષ્યને લક્ષમાં રાખી ન્યાય અપાવી કાયદેસર થવા સંદર્ભે.

મે.
સાહેબશ્રી,
આપ સાહેબશ્રી ને વિનંતી સાથે ફરિયાદ હકિકત જણાવવાની કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી લેવામાં આવેલ બિન-સચિવાલય કારકૂન વર્ગ-૩ તેમજ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા સંદર્ભે તા : ૧૭/૧૧/૨૦૧૯ ને રવિવારના રોજ સમગ્ર ગુજરાતના અંદાજે ૧૦ લાખથી વધુ યુવાનો/યુવતીઓએ ઉમેદવારી નોંધાવી પ્રાથમિક પરીક્ષા લેવામાં આવેલ જે પ્રાથમિક કસોટી નો સમય બપોરે ૧૨:૦૦ થી  ૦૨:૦૦ વાગ્યા સુધીનો હતો , પરંતુ કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ આચરી પરીક્ષા સંચાલકો સાથેના મેળાપીપણામાં લાગવગ અથવા માતબર રકમની લાંચ આપેલ હોઈ અમુક ચોક્કસ ઉમેદવારોને પરિક્ષાનો સમય પૂરો થઈ ગયેલ હોવા છતાં વધારાનો ૧ કલાક થી વધુ સમય ફાળવી નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે આ ગેરરીતિ આચરવામાં આવેલ ઘણા વિદ્યાર્થીઓએ આ ગેરરીતિનો વિરોધ નોંધાવેલ તેમજ આ સમગ્ર ઘટનાક્રમને પોતાના મોબાઈલ ફોનના વિડીયોમાં કેદ કરીને આ ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો પર્દાફાશ કરેલ તદુપરાંત સરકારશ્રીના નિયમ મુજબ પ્રશ્નપત્ર સિલબંધ કવરમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થવા પામે તેવા ઉદ્દેશ સાથે આપવામાં આવે છે તેમ છતાં કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં પ્રશ્નપત્રો જે સિલબંધ અવસ્થામાં હોવા જોઈએ તે ક્લાસરૂમમાં આવેલ ત્યારે સિલ ખુલેલી હાલતમાં હોઈ ચોક્કસ પેપરલીક કે અન્ય કોઈ ગેરરીતિ ભ્રષ્ટાચાર આચરીને કરવામાં આવેલ હોવાનું ફલિત થાય છે , વિદ્યાર્થી ઉમેદવારોએ પોતાના ફોનથી રૂબરૂ ઊતારેલ વિડીયો ફૂટેજ આ તમામ ગેરરીતિઓનો પ્રથમદર્શિય પુરાવોછે જે હેઠળ યુદ્ધના ધોરણે પગલાં લઈ ૧૦ લાખથી વધુ પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયેલ હોઈ તાત્કાલિક ધોરણસરથી જવાબદારો વિરુદ્ધ પગલાં ભરવા આપ સાહેબશ્રી ને વિનંતી છે.


માંગણી / પ્રાર્થના :-

- આ સમગ્ર ગેરરીતિની ઉચ્ચસ્તરીય નિષ્ઠાવાન અને પ્રમાણિક સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી અને અથવા અધિકારીઓએ મારફત તપાસ કરવામાં આવે.

- ગુજરાત ગૌણસેવા પસંદગીમંડળના પરીક્ષાનું સંચાલન અને નિયમન કરનાર અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી રીતે પગલા ભરી ધોરણસર થવામાં આવે.

- ગેરરીતિ આચારનાર ઉમેદવારોની ઉમેદવારી રદ્દ કરવામાં આવે.

- સમગ્ર ગેરરીતિ આચારનાર ઉમેદવારો અને તેઓની સાથે મેળાપીપણુ રાખનાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર તપાસ અને પગલા ન લેવામાં આવે તેમજ આ સમગ્ર ભરતી કૌભાંડ ના દોષીતો અને ગેરરીતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પરીક્ષાનું પરિણામ મુલતવી રાખવામા આવે.

(૧) તમામ પ્રકરણની ભરતી કૌભાંડની CID ક્રાઈમને તપાસ સોંપવામાં આવે તો સમગ્ર સત્ય હકીકત બહાર આવવા પામશે.
(૨) તમામ પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજ ની તપાસ કરવામાં આવે.
(૩) ગેરરીતિ અંગે વાઈરલ થયેલ વિડીયો ફૂટેજના મધ્યમથી તપાસ કરવામાં આવે.
(૪) પરીક્ષાખંડના સુપરવાઈઝર અને સુપરવાઈઝરનું સુપરવિઝન કરનાર અધિકારીઓ , પરીક્ષાનું નિયમન સંચાલન કરનાર મુખ્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ ફોજદારી પગલાં ભરવામાં આવે.

Sign in to Google to save your progress. Learn more
Agree *
Name *
Mobile No.
Seat No.
District *
Required
ગુજરાત સરકારની ભરતીમાં અવાર-નવાર ગેરરીતિ થતી હોઈ છે એના વિષે તમારા મંતવ્યો જણાવો. બિન-સચિવાલય ક્લર્કની પરીક્ષા દરમ્યાન તમારી આસપાસ થયેલ ગેરરીતિ વિષે નિઃસંકોચ માહિતી નીચે જણાવો.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy