કારકિર્દી માર્ગદર્શક - Career Guide on Panel
માં કામલ વુમન વેલ્ફેર ફાઉન્ડેશન ગુજરાતની વિશ્વસનીય મહિલા સંસ્થા છે. 15 વર્ષથી અધિક સમયથી કાર્યરત આ એન.જી.ઓ. એ  મહિલા કલ્યાણ સંબંધિત વિવિધ પ્રવૃતિઓ માં હમેશા અગ્રસર રહીને મુખ્યત્વે નબળી આર્થિક સ્થિતિ ધરાવતી દીકરીઓને પગભર બનાવવા માટેની મુહિમ શરુ કરી છે. ગત 15 વર્ષમાં 5000 થી વધારે દીકરીઓને આરોગ્ય કાર્યકર (નર્સ )ની તાલિમ ઉપલબ્ધ બનાવીને તેઓને 100 % ના દર થી નોકરી અપાવેલ છે. સંસ્થા કોઈ પણ પ્રકારના ધર્મ, નાત, જાતના ભેદભાવ વગર દરેક મહિલાઓ માટે કાર્યરત છે તેમ છતાં સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી વ્યવસાયલક્ષી ટ્રેનીંગનો લાભ લેનાર બહોળો વર્ગ ગરિબ અને મધ્યમવર્ગીય દીકરીઓ હોય છે અને તેઓને અભ્યાસ આગળ વધારવામાં અડચણ નાં આવે તે માટે સંસ્થા થીયરી ટ્રેનીંગ પૂર્ણ થયે પ્રેક્ટીકલ વખતે જ પગાર અપાવવાનું શરુ કરી દે છે.  સંસ્થાનું હેડ ક્વાટર સુરતમાં છે. વ્યારા ખાતે સંસ્થાનું કેમ્પસ છે અને રાજપીપલા ખાતે પણ એક સેન્ટર કાર્યરત છે.


માં કામલ વુમન વેલ્ફેર ફાઉન્ડેશન તરફથી ધો. 10 - 12 નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અભ્યાસ આગળ વધારવા માંગતી બહેનોને કારકિર્દી સંબંધિત યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી દરેક જીલ્લામાં તાલુકાવાર "કારકિર્દી માર્ગદર્શક - Career Guide on Panel (CGP)" ની નિમણુક કરવાની હોય લાયક ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે.

નિમણુક સંબંધિત સામાન્ય વિગતો નીચે મુજબ છે.

કોણ અરજી કરી શકે ?

1. સ્ત્રી ઉમેદવાર કે જેમની ઉમર 25 વર્ષથી વધારે હોય અથવા પુરુષ ઉમેદવાર કે જેમની ઉમર 35 વર્ષથી વધારે હોય
2. ઉમેદવારની મીનીમમ શૈક્ષણિક લાયકાત ધો. 10 હોવી જોઈએ અને તેઓ સામાન્ય વ્યવહારમાં વપરાતા અંગ્રેજીનું લખવા - વાંચવા નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
3. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષા બોલતા આવડવું જોઈએ.
4. તમારા લાગુ પડતા તાલુકાના દરેક ગામમાં વિધાર્થીનીઓના ઘરે ઘરે જઈ પ્રચાર - પ્રસારની કામગીરી કરવાની હોય ફિલ્ડવર્ક માટે જવાની તૈયારી હોવી જોઈએ.
5. પોતાનો સ્માર્ટફોન હોવો જોઈએ અને તેનો ઉપયોગ  કરતા આવડવું જોઈએ.( તમે તમારા ઘરના સભ્યની મદદ લઇ શકો છો )
6. પોતાનું 2-વ્હીલર હોવું જોઈએ અથવા તમારા ઘરના સભ્ય ટ્રાવેલિંગ માટે મદદ આપી શકે તેમ હોવા જોઈએ.


નિમણુક માટે ગણતરીમાં લેવાનાર મૂળભૂત ૩ માપદંડ :
1. મિલનસાર સ્વભાવ
2. બહોળા સામાજિક સંપર્ક અને
3. સમાજસેવાની ભાવના

ઉપરોક્ત માપદંડ પર ખરા ઉતરતા ઉમેદવાર જ અરજી કરે.

કરવાની કામગીરી અને જવાબદારીઓ :

 1. સંસ્થા દ્વારા કારકિર્દી માર્ગદર્શન સંબંધિત પુસ્તિકાઓ અને અન્ય જે મટીરીયલ ઉપલબ્ધ કરાવવામાં આવે તેનું તમને લાગુ પડતા તાલુકાની શાળાઓમાં જઈ વિતરણ કરવાનું, વિધાર્થીઓના કોઈ કારકિર્દી સંબંધિત મુજાવતા પ્રશ્નો હોય તો મુખ્ય કચેરીના કારકિર્દી માર્ગદર્શક સાથે સંપર્કમાં રહી તેઓને યોગ્ય માર્ગદર્શન આપવું. :- સદર કામગીરી માટે પ્રતિ શાળા, પ્રતિ વિધાર્થીની ચોક્કસ રકમ વળતર તરીકે ચુકવવામાં આવશે.


2. સંસ્થા દ્વારા બહેનો માટે વિવિધલક્ષી શાખાઓમાં જેવીકે નર્સિંગ, ફેશન ડીઝાઈનીંગ, નેચરોપેથી, ફિઝીયોથેરાપી, ફાર્મસી, કોમ્પ્યુટર સાયન્સ  વગેરે માટે 20 થી વધારે કોર્ષ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સદર કોર્ષમાં વધારેમાં વધારે પ્રમાણમાં તમારા વિસ્તારની દીકરીઓ જોડાઈ તે માટે ઘર ઘર જઈ પ્રચાર - પ્રસારની કામગીરી કરવાની રહેશે. :- સાદર કામગીરી માટે પ્રતિ ફૂટ પ્રિન્ટ અને પ્રતિ એડમીશન ચોક્કસ રકમ વળતર તરીકે ચુકવવામાં આવશે.

જો તમે ઉપરોક્ત લાયકાત ધરાવો છો અને અમારી સાથે જોડાવા માંગો છો તો નીચેના ફોર્મ માં વિગતો ભરો
સંસ્થાને મળેલી માહિતીના આધારે તેઓ અરજીની  સ્ક્રુટીની કરી યોગ્ય ઉમેદવારની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ટરવ્યું લેશે અને સિલેકશન બાદ વેબિનાર દ્વારા  ટ્રેનીંગ આપશે જેના આધારે કામગીરી શરુ કરી શકાશે.

સંસ્થા દ્વારા મટીરીયલ, આઈ- કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દરેક CGP ને હેડ ઓફીસ પરથી ડેડીકેટેડ મેન્ટરનું માર્ગદર્શન મળશે.


વળતર :

શરૂઆતના 2 માસ માટે  પ્રતિમાસ તમારા દ્વારા કરવામાં આવતી હોમ વિઝીટની  કામગીરીના આધારે જેટલી વિધાર્થીની બહેનો સંસ્થામાં એડમીશન માર્ગદર્શન વિઝીટ માટે આવે છે તે ફૂટ પ્રિન્ટ દીઠ ચોક્કસ રકમ અને જેટલા એડમીશન કન્ફર્મ થાય છે તે એડમીશન દીઠ ચોક્કસ રકમ અને ત્યાર બાદ  વિધાર્થીની જેટલો સમય સંસ્થામાં ફી ભરે છે તેટલી વખત દરેક વખતે ભરવામાં આવતી ફી માંથી ચોક્કસ ટકાવારી દર વખતે મળવાપાત્ર છે.






સંસ્થા દ્વારા આપવામાં આવતી ગાઈડલાઈન મુજબ યોગ્ય દિશામાં  મહેનત કરીને દરેક એડમીશન ગાઈડ દર મહીને Rs. 50,000 જેટલી રકમ કમાઈ શકાય છે.
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy