Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu શૈક્ષણીક વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ભાષા 12
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
હવા દરેક જગ્યાએ હોય છે . આપણે હવાને જોઈ શકતાં નથી પણ અનુભવી શકીએ છીએ . ગતિ કરતી હવાને પવન કહે છે . હવા જગ્યા રોકે છે . હવા પાણી અને માટીમાં પણ હોય છે . હવા નાઈટ્રોજન , ઑક્સિજન , કાર્બન ડાયોક્સાઇડ , પાણીની વરાળે અને બીજા કેટલાક વાયુઓનું મિશ્રણ છે . કેટલાક ધૂળના રજકર્ણો પણ તેમાં હોઈ શકે છે . ઑક્સિજન દહનમાં મદદ કરે છે અને સજીવો માટે જરૂરી છે . પૃથ્વીની ફરતું રહેલું હવાનું આવરણ વાતાવરણ તરીકે ઓળખાય છે . પૃથ્વી પર જીવન માટે વાતાવરણ જરૂરી છે . જલીય પ્રાણીઓ શ્વસન માટે પાણીમાં ઓગળેલો ઑક્સિજન વાપરે છે . વનસ્પતિ તથા પ્રાણીઓ હવામાંના ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડની લેવડ - દેવડ માટે એકબીજા પર નિર્ભર હોય છે .
હવા ક્યા નથી હોતી? *
1 point
ગતી કરતી હવાને શુ કહેવાય? *
1 point
હવા નિચેના માંથી કોનુ મિશ્રણ નથી? *
1 point
દહન અને સજીવ માટે ઉપયોગી  વાયુ ક્યો છે? *
1 point
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ ની લેવડ દેવડ માટે એકબિજા પર નિર્ભર છે. *
1 point
ફકરો 2
વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહેતા હોય તેને નિવાસસ્થાન કહે છે . એક જ પ્રકારના નિવાસસ્થાનમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સાથે નિવાસ કરતાં હોય છે . ચોક્કસ પ્રકારનાં નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો ( ટેવો ) કે લક્ષણોને અનુકૂલન કહે છે . સામાન્ય રીતે નિવાસસ્થાનો વિવિધ પ્રકારના હોય છે , જેને મુખ્યત્વે ભૂ - નિવાસસ્થાન ( જમીન પરના ) અને જલીય નિવાસસ્થાન ( પાણીનાં ) એમ બે મોટાં જૂથમાં વહેંચી શકાય છે . વિવિધ નિવાસસ્થાનોમાં ખૂબ જ વિશાળ વૈવિધ્ય ધરાવતા સજીવો રહે છે . વનસ્પતિ , પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો મળીને જૈવિક ઘટકો બનાવે છે . ખડકો , માટી , હવા , પાણી , પ્રકાશ અને તાપમાન એ આપણી આજુબાજુનાં કેટલાંક અજૈવિક ઘટકો છે . સજીવો કેટલાંક સામાન્ય લક્ષણો ધરાવે છે , જેમકે , ખોરાકની જરૂરિયાત છે , તેઓ શ્વસન કરે છે , ઉત્સર્જન કરે છે , તેમના પર્યાવરણને પ્રતિભાવ આપે છે , પ્રજનન કરે છે , વિકસે છે અને હલનચલન પણ દર્શાવે છે .
પ્રાણીઓ જીવંત રહેવા જે ચોક્કસ આદતો કેળવે તેને શુ કહેવાય? *
1 point
પાણીમા રહેતા સજીવોના રહેઠાન ને શુ કહેવાય? *
1 point
જૈવિક ઘટકો  કોણ મળીને બનાવે છે? *
1 point
નિચેના માંથી અજૈવિક ઘટકો મા કોનો સમાવેશ થતો નથી? *
1 point
નિચેના માંથી કોનો સમાવેશ અજૈવિક ઘટકો મા થાય છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy