JNV:  ભાષા -6
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ભાષા 6
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
રેશમની શોધ ( Discovery of Silk )
રેશમની શોધનો સાચો સમય જાણવો કદાચ સંભવિત નથી . એક પ્રાચીન ચીની દંતકથા મુજબ , સમ્રાટ હુઆંતા - ટીએ તેની મહારાણી સી - લંગ - ચીને તેમના બગીચામાં ઉગેલા શેતૂરના વૃક્ષના પાંદડા ક્ષતિગ્રસ્ત થવાના કારણની જાણકારી મેળવવાનું કહ્યું . મહારાણીને જાણવામાં આવ્યું કે , સફેદ કીડાઓ શેતૂરનાં પાંદડાને ખાઈ રહ્યાં હતા . તેમણે એ પણ જોયું કે , કીડાઓ પોતાની આસપાસ ચમકદાર કોશેટો ગૂંથે છે . સંજોગોવસાત એક વખત કોશેટો ચાના પ્યાલામાં પડી ગયો અને કોશેટોના તારનું ગૂંચળું છૂટું પડી ગયું . આમ , રેશમનો ઉદ્યોગ ચીનમાં શરૂ થયો અને સેંકડો વર્ષો સુધી કડક ચોકી પહેરા હેઠળ તેની પ્રક્રિયાને ગુપ્ત રાખવામાં આવી . ત્યારપછીના સમયમાં યાત્રીઓ તથા વ્યાપારીઓએ રેશમનો બીજા દેશોમાં પ્રચાર કર્યો જે માર્ગ વડે તેમણે યાત્રા કરી તે માર્ગને ‘ સિલ્ક રૂટ ’ કહેવામાં આવે છે .
વ્યાપારીઓ જે મર્ગે રેશમ બિજા દેશો મા લઈ ગયા તેને શુ કહેવાય છે? *
1 point
રેશમ ની શોધ ક્યા દેશ મા થઈ હોય તેવુ મનાય છે? *
1 point
ચીની સમ્ર્રાટ ના મહારાણી કોણ હતા? *
1 point
સફેદ કીડાઓ શુ ખાતા હતા? *
1 point
સફેદ કીડાઓ પોતાની આસપાસ જે ચમકદાર વસ્તુ બનાવે તેને શુ કહેવાય? *
1 point
ફકરો 2
મારા પાંચ ભાઈઓમાંથી એક જ બી.એ. સુધી પહોંચી શક્યો . બાકીના બધા વચમાં જ ક્યાંક ક્યાંક અટકી ગયા . અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા . એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દેતુને કોલેજમાં નથી જ મોકલવો . હું મનમાં ચિડાતો : વાંક બીજાનો ને સજા મને થાય છે ! પણ મેં કશું કહ્યું નહીં . જ્યારે પહેલે જ વર્ષે હું મૅટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી . તે જ વરસે શાળાની આબરૂ જાળવવા અમે મૅટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા . એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું . એમાં પણ હું પાસ થયો એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઠીક ઊંચો આવ્યો . આ બે પરીક્ષાને જોરે મેં કૉલેજમાં જવાની માગણી કરી . છતાં પિતાશ્રી એકના બે ન થયા . આખરે મેં એમને કહ્યું , ‘ તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારાં છે . મને ઇજનેરી લાઇનમાં જવા દો . પ્રિવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કૉલેજમાં જવાય નહીં . એટલે એક જ વરસ હું આર્ટ્સ કૉલેજમાં જઈશ . ” મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કૉલેજમાં જવાની રજા આપી .
લેખક ના પિતાજી શા માટે હતાશ થાયા? *
1 point
પિતાજીએ કોને કોલેજ ના મોકલવા નક્કી કર્યુ? *
1 point
લેખક કઈ લાઇન મા આગળ ભણવા માંગતા હતા? *
1 point
"મેટ્રિક " એટ્લે હાલનુ ક્યુ ધોરણ કહેવાય? *
1 point
એંજિનિયરિંગ કોલેજ મા જવા કઈ પરીક્ષા પાસ કરવી પડે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy