JNV : ભાષા કસોટી- 19
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
એક દયાળુ ખેડૂત હતો . તે હંમેશા બીજા ખેડૂતોને ખેતીનાં કામોમાં મદદ કરતો હતો . તેના હૃદયમાં પશુ અને પક્ષીઓ પ્રત્યે પણ લાગણી અને કાળજીની ભાવના હતી . એક દિવસ તે નજીકના કોઈ એક ગામમાં ગયો . ત્યાંથી પાછા આવતા રસ્તા પર રહેલા એક ઘાયલ સાપને જોયો . એવું લાગતું હતું કે તે કોઈ બળદગાડીની અડફેટમાં આવી ગયો હતો . તેના ધામાંથી લોહી નીકળી રહ્યું હતું . એ દયાળુ ખેડૂત તે ઘાયલ સાપને એક કપડામાં વીંટાળીને ઘેર લઈ આવ્યો . ત્યાં તેણે તેના ઘા પર દવા લગાડીને તેના માટે દૂધ લેવા બજાર ગયો . ઘેર પાછા આવીને તેણે જોયું કે સાપ ભાનમાં આવી ગયો હતો . ખેડૂતને જોઈને તેના પર ઝપટયો. ખેડૂત આ હુમલા  માટે તૈયાર નહતો . છતાં પણ તેણે પોતાના જીવને બચાવી લીધો અને કહેવા લાગ્યો - કોઈનો સ્વભાવ બદલવો બહુ મુશ્કેલ છે .
કોઈ પણ માણસ નો ........ બદલવો બહુ મુશ્કેલ છે *
1 point
આપેલ ફકરામાં આક્રમણ માટે કયો શબ્દ આપ્યો છે? *
1 point
ખેડૂત પશુઓને પ્રેમ કરતો હતો કારણ કે તે.. *
1 point
ખેડૂતને ઘાયલ સાપ મળ્યો હતો *
1 point
ખેડૂત બજારમાં શા માટે ગયો? *
1 point
ફકરો 2
પૂર્વી તિમોરની જનતાને આશા છે કે રાષ્ટ્રપતિ જોસ રામોસ હોરટા બનશે તો દેશમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નોને વેગ મળશે . પૂર્વી તિમોર ભલે ખૂબ નાનો દેશ હોય , પરંતુ હોરટાનું આંતરરાષ્ટ્રીય કદ ખુબ મોટું છે , ઈનોનેશિયાઈ શાસનથી દેશને મુક્ત કરાવવા માટે તેમણે લખાણ કાર્યના માધ્યમથી લગભગ 25 વર્ષ સુધી શાંતિ પૂર્વક સતત સંઘર્ષ ચાલુ રાખ્યો , આ ઉલ્લેખનીય કાર્ય માટે હોરટાને 1996 માં નોબેલ શાંતિ પુરસ્કારથી રાન્માનિત કરવામાં આવ્યા . હોરટા કહે છે કે દેશમાં એકતા અને શાંતિ સ્થાપવી અને લોકશાહીને મજબૂત કરવી તે તેમની પ્રથમ પ્રાથમિકતા છે .
શાસન અને સત્તા હોરટા દ્વારા સંભાળ્યા બાદ પૂર્વી તિમોર ની જનતા તેમની પાસેથી શું અપેક્ષા રાખતી હતી? *
1 point
આંતરરાષ્ટ્રીય સ્તર પર હોરટા નું કદ...... *
1 point
પૂર્વી તિમોર કયા દેશના શાસનકાળ આધીન રહ્યું હતું? *
1 point
હોરટા ક્યાં કાર્ય માટે તેમને ૧૯૯૬માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા *
1 point
પૂર્વી તિમોર કેવો દેશ છે? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy