JNV : ભાષા કસોટી- 23
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
વેનીસ ઈટલીની ઉત્તરમાં આવેલું એક અનોખું અને સુંદર નગર છે . તે એક જ ટાપુથી નહીં , પરંતુ એકસો સત્તર ટાપુઓથી બનેલું છે . પથ્થરથી બનેલા અને જૂના લગભગ ચારસો પુલ આના ટાપુઓને જોડે છે . પરંતુ આ નગરમાં કોઈ મોટરકાર અથવા બસો નથી . એ એટલા માટે કે વેનીસમાં સડકો જ નથી . દરેક વ્યક્તિ નાવડીથી એક સ્થળથી બીજા સ્થળે જાય છે . આ નાવડીઓ એકસો પચાસ નહેરો અથવા જળમાર્ગોમાં ચાલે છે . આનું પાણી ઈમારતોની દિવાલો અને પગથિયાંને સ્પર્શ કરે છે . વેનિસના લોકો કુશળ નાવિક ( ખલાસી ) હોય છે . તેમની પાસે ચપટા તળિયાવાળી લાંબી નાવડીઓ હોય છે . જેને “ ગોડોલા ' કહેવામાં આવે છે . પરંતુ આજકાલ તમે વેનિસમાં ઘણીબધી મોટરથી ચાલતી નાવડીઓ પણ જોઈ શકો છો .
કયો શબ્દ ફકરામાં ઉપયોગ થયેલા "ઘણી બધી" નો વિરુદ્ધાર્થી શબ્દ છે? *
1 point
વેનિસમાં સડકો નથી કારણ કે *
1 point
વેનિસ નગરની પ્રાકૃતિક (કુદરતી )બનાવટના વિશે અનોખું શું છે? *
1 point
વેનિસમાં મોટર કાર અથવા બસ કેમ નથી? *
1 point
વેનિસમાં લોકો કેવી રીતે મુસાફરી કરે છે *
1 point
ફકરો 2
એક વસ્તીમાં એક લોભી કૂતરો રહેતો હતો . એક વાર તેને માસનો એક ટુકડો મળ્યો , જેને તે મોમાં લઈને એવી જગ્યાની શોધ કરવા લાગ્યો જયાં તે માંસના ટુકડાને આરામથી ખાઈ શકે . એટલા માટે તે વસ્તીથી બહાર વહેતી નદીના કિનારે જઈ પહોંચ્યો . નદીનું પાણી સ્વચ્છ હતું અને ઝડપી વહી રહ્યું હતું . પાણીમાં જોતાં તેમાં તેણે પોતાનું પડછાયો ( પ્રતિબિંબ ) જોયું . તેને લાગ્યું કે પાણીની અંદર તેના જેવો જ બીજો કૂતરો મોંમાં માસનો ટુકડો  લઈ તેને જોઈ રહ્યો છે . તેને મનમાં બીજા ટૂકડાને પડાવી લેવાની વાત સૂઝી એટલા માટે તે ભોંકવા લાગ્યો . ભોંકવા માટે તેણે જેવું જ મોટું ખોલ્યું , માંસનો ટૂકડો નદીમાં પડી ગયો અને પાણીની સાથે વહી ગયો . તેની પાસે હવે પશ્ચાતાપ કરવા સીવાય બીજો કોઈ માર્ગ રહ્યો ન હતો .
કુતરા નો સ્વભાવ કેવો હતો? *
1 point
નદીનું પાણી કેવું હતું? *
1 point
નદીના પાણીમાં કુતરા એ શું જોયું? *
1 point
કુતરાના મોંમાંથી માંસ નો ટુકડો નદીમાં પડી ગયું કારણ કે.. *
1 point
આ ફકરાને યોગ્ય શીર્ષક આપો? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy