ભાષા 10
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ભાષા 10
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
બા વિશે વિચારતાં ઘણી બધી બાબતો મનમાં , આમ તો ઊમટી આવે છે . પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની . હા , અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે . બાને પ્રકૃતિ , ઝાડ - પાન અને ફળ - ફૂલમાં ભારે રસ ! બા માટે વાડો અમુક - તમુક ફૂટ જગા નથી . એ એના જીવનનું એક સ્વજન છે . જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે , એટલો કદાચ અમોને નથી કર્યો . બાનું જીવન અને મુક્તિ - જે ગણો એ વાડો રહ્યો છે અને આ વાડો એટલે ? બન્ને તરફ , = વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ . એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો . માંડવા ઉપર કારેલી - કંકોડીથી માંડીને અનેક શાકભાજીનાં વેલા ઉપરાંત નીચે મકાઈના - ભીંડાના ચાસ , રીંગણ - મરચાં , દાડમ , જામફળ , કોળું , સીતાફળ , પપૈયાં કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં ! અને ફૂલો ? મોગરો , જાસૂદ , કાગડી , અમરીચમરી , ગુલાબ , કરેણ , સૌભાગ્યસુંદરી , પારિજાત . સુગંધનો દરિયો જોઈ લો ! વહેલી સવારે વાડની બન્ને બાજુ , થોરને અડીને ભાત ભાતનાં પુષ્પો બાલમંદિરનાં ભૂલકાં બનીને ઝૂમતાં હોય ! અને વાડામાં ઔષધીય છોડ પણ મળે જ . તુલસી , કરિયાતું , અરડૂસી , ખરસાડી જ્યારે માગો ત્યારે હાજર ! એક નાનું , મજાનું ઔષધાલય જોઈ લો જાણે ! મીઠો લીમડો અને લીંબુ પણ ખરાં જ . અને આ સિવાયનું બીજું તો ઘણું બધું ... બસ , બીજું કંઈ નહિ , એક વાડાને બોલવા દઈએ તોપણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને . સમયનાં પગલાંને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાંખ્યાં છે .
લેખકના ઘરે વાડો ક્યા હતો? *
1 point
લેખક ના ઘરે વાડો કોણે બનાવ્યો હતો? *
1 point
બાના વાડા ની બન્ન્ને તરફ વાડ શેની હતી? *
1 point
ઉપર ના ફકરા મા નિચેના માંથી ક્યુ નામ નથી ? *
1 point
ફકરા ને યોગ્ય  શિર્ષક આપો? *
1 point
ફકરો 2
હિમાલયની એક ગુફામાં એક સિંહ રહેતો હતો . એક સવારે તે શિકારે નીકળ્યો . તેણે એક મોટી ભેંસને મારી નાખી . એક ભૂખ્યું શિયાળ ઝાડી પાછળ સંતાયેલું હતું . તે સિંહને મળવા બહાર આવ્યું . તેણે કહ્યું , “ હે રાજા , મને તમારો ગુલામ બનાવો . દરરોજ તમારા જમી લીધા પછી વધેલું માંસ મને ખાવા દેજો . ” સિંહે કહ્યું , “ તું એમ કરી શકે છે , પણ જો તું મને ખાવા માટે પ્રાણીઓ શોધવામાં મદદ કરે તો જ . તારે ત્યાં દૂર ટેકરી ઉપર ઊભા રહેવું અને જ્યારે કોઈ પ્રાણીને આવતું જુએ કે મને સાદ પાડવો . એટલે પછી હું હુમલો કરીશ અને તેને મારી નાખીશ . ” આ રીતે સિંહે અને શિયાળે એક મઝાની ગોઠવણ કરી લીધી . જ્યારે જ્યારે તેઓ ભૂખ્યાં થતાં ત્યારે ત્યારે શિયાળ પ્રાણી માટે રાહ જોતું . તે સિંહને બોલાવતું . સિંહ પ્રાણી પર તૂટી પડતો અને તેને મારી નાખતો .
ગુફા કોનુ ઘર હતુ? *
1 point
શિયાળ સિંહનુ ગુલામ થવા ઈચ્છતુ હતુ કારણ કે... *
1 point
સિંહ એ રીતે શિયાળ ને મદદ કરવા સંમત થયો કે શિયાળ *
1 point
જ્યારે કોઈ પ્રાણી ટેકરી નજીક દેખાતુ કે, *
1 point
સિંહ અને શિયાળની ગોઠવણથી કોને લાભ થયો? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy