JNV:  ભાષા -7
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ભાષા 7
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
પર્ણોમાં લીલું રંજકદ્રવ્ય આવેલું હોય છે જેને હરિતદ્રવ્ય ( chlorophyll ) કહે છે તે પર્ણને સૂર્ય - ઊર્જાનું શોષણ કરવામાં મંદદરૂપ થાય છે . આ ઊર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે . આમ , સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશસંશ્લેષણ કહેવાય છે . ( Photo = પ્રકાશ ; Synthesis સંશ્લેષણ ) . તેથી આપણે કહી શકીએ કે , હરિતદ્રવ્ય , સૂર્યપ્રકાશ , કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યનાં છે . આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે . સૂર્ય - ઊર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે , અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે . આથી , સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે . શું તમે પ્રકાશસંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો ! પ્રકાશસંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં . લગભગ બધાં જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર જ આધારિત છે . બીજી બાજુએ ઑક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશસંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે . પ્રકાશસંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે .
ઉર્જા નો મુખ્ય સ્ત્રોત ક્યો છે? *
1 point
ઓક્સિજન કઈ ક્રિયા દ્વારા વનસ્પતી માંથી ઉત્પન થાય છે? *
1 point
પર્ણ મા ક્યુ દ્રવ્ય ખોરક બનાવવા જરુરી છે? *
1 point
પ્રકાશ સંશ્લેષણ માટે નિચેનામાંથી ક્યુ જરુરી નથી? *
1 point
ફકરા ને આધારે વનસ્પતીનુ રસોડુ કોને કહેશો? *
1 point
ફકરો 2
લોકમાન્ય તિલકને અંગ્રેજો દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા . તેણે પોતાની જાતને અધ્યયનમાં વ્યસ્ત રાખી . જેલ ખૂબ જ શાંત જગ્યાએ હતી . ત્યાં પક્ષીઓ પણ કલબલાટ કરતા ન હતા . તિલકે પોતાના ભોજનમાંથી થોડું ખાવાનું પક્ષીઓ માટે બચાવવાનું શરૂ કર્યું . શરૂઆતમાં તો કોઈએ તેને અડક્યું પણ નહીં , પરંતુ થોડા દિવસો પછી થોડા પક્ષીઓએ ત્યાં આવવાનું શરૂ કર્યું . ધીમે ધીમે તેઓની સંખ્યા વધતી ગઈ અને તિલકની ચારેબાજુ એકઠાં થવા લાગ્યાં . પક્ષી તેના માથા અને ખંભા પર નીડર બની બેસી જાતાં . તેના કિલકિલાટથી વાતાવરણમાં મધુર સંગીત ભરાઈ જતું . એક દિવસ ચક્કર લગાવતો જેલર તિલકની કોટડી તરફ ગયો . પક્ષીઓનો કલબલાટ સાંભળી કોટડીમાં જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો . “ આટલાં બધાં પક્ષીઓ ? આ ક્યાંથી આવ્યા છે ? ” તેણે પૂછ્યું . તિલકે જવાબ આપ્યો , “ મિત્ર , તેને હું ભારતથી નથી લાવ્યો . તે અહિયાથી જ આવ્યા છે . ” જેલર નવાઈ પામ્યો તેણે કહ્યું , “ અહિયા તો દરેક પક્ષીઓને ખાઈ જાય છે , તેથી પક્ષીઓ આ બાજુ આવતા પણ નથી . ” તિલક હસીને બોલ્યા , “ પક્ષીઓ પણ મિત્ર - શત્રુનો ભેદ કરી શકે છે . ”
તિલક પોતાનો સમય જેલ મા કેવી રિતે પસાર કરતા હતા? *
1 point
તિલક પોતાના ભોજન માંથી થોડુ પક્ષીઓ માટે કેમ રાખતા હતા? *
1 point
" ધીમે ધીમે તેઓની સંખ્યા વધતી ગઈ" આ વાક્ય મા 'તેઓની ' શબ્દ કોના માટે છે? *
1 point
પક્ષીઓ તીલક ના માથા અને ખભા પર બેસતા હતા, કારણ કે... *
1 point
પક્ષીઓ જેલ તરફ આવતા ન હતા, કારણ કે.. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy