JNV : ભાષા કસોટી- 22
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
ઘણા સમય પછી માણસે કાંઈક શોધ્યું જેથી દુનિયાની વાહનવ્યવહારની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું . તે એક પૈડું ( ચક્ર ) હતું . હા,  એ જ પૈડું કે જે તમે બળદગાડામાં , સાઈકલમાં બસમાં અને આગગાડીમાં જુઓ છો . આજે આપણને એ એવી સામાન્ય વસ્તુ લાગે છે કે એ એક મહાન શોધ હોય તેમ કોઈ માનવા તૈયાર નથી . પણ આ નાની વસ્તુ બનાવવામાં અને તેની ઉપયોગિતા સમજવામાં માણસને ઘણો સમય લાગ્યો હતો . પહેલા ભારે વજન ઉપાડવા માટે માણસો કે પ્રાણીઓનો ઉપયોગ થતો હતો . તમે કલ્પના જરૂર કરી શકો છો કે એ કેટલું મુશ્કેલ હતું પછીથી કોઈકને સમજાયું કે સપાટ વસ્તુ કરતાં ગોળાકાર વસ્તુ વધુ ઝડપથી ખસે છે . સૌથી પહેલું બળદગડું એક લાકડાના ટુકડામાં ગોળાકાર લાકડાના ટુકડાઓ જોડયા હોય તેવું દેખાયું હશે . આપણા જીવનમાંથી પૈડાને દૂર કરવાનો અર્થ એ થાય કે આખી સંસ્કૃતિ થંભાવી  દીધી.
પૈડાની શોધ પછી માણસે.... *
1 point
આજે પૈડું એ કોઈ મહાન શોધ હોય તેમ લાગતું નથી કારણ કે.... *
1 point
પહેલાના માનવીએ પૈડા વિશે વિચાર્યું.... *
1 point
જો આપણા જીવનમાંથી પૈડાને દૂર કરવામાં આવે તો *
1 point
આફકરા માટે યોગ્ય શીર્ષક પસંદ કરો *
1 point
ફકરો 2
બર્બરિકના અવસાનથી સૌ સ્તબ્ધ થઈ ગયા હતા . પાંડવો શોકમાં ડુબી ગયા . ઘટોત્કચ બેહોશ થઈને પડયો હતો . એ સમયે ત્યાં ૧૪ દેવીઓનું આગમન થયું . તેમણે એ સમયે ઘટોત્કચ અને પાંડવોને જણાવ્યું કે બર્બરિક એના આગળના જન્મમાં સૂર્યવર્ચા નામનો યક્ષ હતો . દેવો , બ્રહ્માજીની સાથે જયારે પૃથ્વીનો ભાર ઉતારવા માટે પર્વત પર ભગવાન નારાયણની સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે અભિમાનથી એ યક્ષે કહ્યું કે “ પૃથ્વીનો ભાર તો હું જ દૂર કરીશ ” એના આ અભિમાનના લીધે બ્રહ્માજીએ ગુસ્સામાં આવીને શાપ આપ્યો કે ભૂમિનો ભાર દૂર કરવાના સમયે ભગવાન તારો વધ કરશે . બ્રહ્માજીના એ શાપને સત્ય કરવા માટેજ  ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર એ બર્બરિકનો વધ કર્યો છે .
બરબરિકનો  વધ કોણે કર્યો *
1 point
બરબરીક મરતાં ઘટોત્કચને શું થયું? *
1 point
"પૃથ્વીનો ભાર તો હું જ દૂર કરીશ" આ વાત યક્ષે કયા કારણથી કરી? *
1 point
દેવતા જ્યારે નારાયણ ની સ્તુતિ કરતા હતા ત્યારે એમની સાથે કોણ હતું *
1 point
બ્રહ્માજી એ ગુસ્સે થઈને બર્બરિકને શું કર્યું? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy