Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu શૈક્ષણીક વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ભાષા 1૩
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
અસ્થિ અને કાસ્થિ માનવકંકાલ બનાવે છે . તે શરીરનું પાંજરું બનાવે છે અને તેને એક આકાર પ્રદાન કરે છે . કંકાલ ચાલવામાં સહાય કરે છે તથા આંતરિક અંગોનું રક્ષણ કરે છે . મનુષ્યનું કંકાલ ખોપરી , કરોડસ્તંભ , પાંસળીઓ , વક્ષઅસ્થિઓ , ખભા ( સ્કંધ ) તેમજ શ્રોણી ( નિતંબ ) મેખલા તથા હાથ અને પગનાં અસ્થિઓથી બને છે . સ્નાયુની જોડના એકાંતરે સંકોચન અને વિસ્તરણથી અસ્થિઓ ગતિ કરે છે . સાંધાની પ્રકૃતિ તથા ગતિની દિશાના આધારે અસ્થિઓના સાંધા અનેક પ્રકારના હોય છે . પક્ષીઓના દેઢ સ્નાયુઓ તથા હલકાં હાડકાં ભેગાં મળીને તેમને ઊડવામાં મદદરૂપ થાય છે . તે પાંખોને ફફડાવીને ઊડે છે . માછલી શરીરની બંને બાજુ એકાંતર ક્રમમાં વલય ( લૂપ ) બનાવીને તરે છે . સાપ તેના શરીરનો બંને બાજુ એકાંતર ક્રમમાં વલય બનાવીને ભૂમિ પર વલયાકાર ગતિ કરતા આગળની દિશામાં સરકે છે . ઘણાં બધાં અસ્થિઓ તેમજ જોડાયેલ સ્નાયુઓ શરીરને આગળની તરફ ધકેલે છે . વંદાનું શરીર તેમજ ઉપાંગ મજબૂત આવરણથી ઢંકાયેલા હોય છે , જે બાહ્ય કંકાલ બનાવે છે . છાતીના સ્નાયુઓ ત્રણ જોડ ઉપાંગો તેમજ બે જોડ પાંખો સાથે જોડાયેલ હોય છે , જે વંદાને ચાલવામાં તથા ઊડવામાં મદદ કરે છે . અળસિયામાં ગતિ શરીરના સ્નાયુઓનું ધીમે - ધીમે ક્રમશઃ વિસ્તરણ તેમજ સંકોચનથી થાય છે . શરીરની નીચલી સપાટી પરથી ઉદ્ભવતા વજકેશ અળસિયાને જમીનમાં પક્કડ બનાવી રાખવામાં સહાય કરે છે . ગોકળગાય સ્નાયુલ પગની મદદથી ચાલે છે .
અસ્થિ અને કાસ્થી શુ બનાવે છે? *
1 point
કંકાલ મા નિચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? *
1 point
પક્ષીઓ ઉડી શકે છે કરણકે ... *
1 point
સ્નાયુઓનુ વિસ્તરણ અને સંકોચન થી હલન ચલન નિચેનામાંથી  કોના મા થાય છે? *
1 point
સ્નાયુલ પગની મદદ થી કોણ ચાલે છે? *
1 point
ફકરો 2
કેટલાક લોકો એવું માનતા હતા કે , મૅગ્નેટાઈટની શોધ સૌપ્રથમ મૅગ્નેશિયા વિસ્તારમાંથી થઈ હતી . જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને હવે ચુંબક ( magnet ) કહેવાય છે . આવી કંઈક વાર્તા હતી .

મૅગ્નેટાઇટ એ કુદરતી ચુંબક છે . ચુંબક એ લોખંડ , નિકલ અને કોબાલ્ટ જેવા પદાર્થોને આકર્ષે છે . આવા પદાર્થોને ચુંબકીય પદાર્થો કહે છે . જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેને બિનચુંબકીય પદાર્થો કહે છે . દરેક ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે – ઉત્તર અને દક્ષિણ . મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશાં N - આ દિશાનો નિર્દેશ કરે છે . ચુંબકના વિરુદ્ધ ધ્રુવો એકબીજાને આકર્ષે છે જ્યારે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે .

ચુમ્બક નિચેના માથી કોને આકર્ષે છે? *
1 point
નિચેના માંથી કોન ચુમ્બકીય પદાર્થ છે? *
1 point
ચુમ્બક ને કેટલા ધ્રુવ હોય છે? *
1 point
જે પદાર્થો ચુબક તરફ ના આકાર્ષાય તેને શુ કહેવાય? *
1 point
ચુંબક ની શોધ ક્યા થઈ મનાઈ છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy